કટકા કટકા થાય છે એ કોણ છે?
Follow us on Facebook

કટકા કટકા થાય છે એ કોણ છે?

કટકા કટકા થાય છે એ કોણ છે?
કટકા કટકા થાય છે એ કોણ છે?

પૂછવા ક્યાં જાય છે એ કોણ છે?

એને પૂછતાં શું થાય છે એ કોણ છે?

પૂછીએ ક્યાં ચાલ સ્પર્શી જોઈએ,

સ્પર્શથી ગભરાય છે એ કોણ છે?

પ્રેમથી જે પાય છે પી જાવું છું,

રામ જાણી પાય છે એ કોણ છે?

એજ છે નિશંક ‘ઘાયલ’ એજ છે,

ઝૂમતા જે જાય છે એ કોણ છે?

– અમૃત ‘ઘાયલ’
કટકા કટકા થાય છે એ કોણ છે? કટકા કટકા થાય છે એ કોણ છે? Reviewed by Bhagyesh Chavda on June 20, 2017 Rating: 5

No comments:

Advertisement

Powered by Blogger.