ખૂબ અંદરબહાર જીવ્યો છું
Follow us on Facebook

ખૂબ અંદરબહાર જીવ્યો છું

ખૂબ અંદરબહાર જીવ્યો છુંખૂબ અંદરબહાર જીવ્યો છું

ઘૂંટેઘૂંટે ચિકાર જીવ્યો છું

હું ય વરસ્યો છું ખૂબ જીવનમાં

હું ય બહુ ધોધમાર જીવ્યો છું

બાગ તો બાગ, સૂર્યની પેઠે-

આગમાં પુરબહાર જીવ્યો છું

આમ ‘ઘાયલ’ હું અદનો શાયર, પણ

સર્વથા શાનદાર જીવ્યો છું

-‘ઘાયલ’
ખૂબ અંદરબહાર જીવ્યો છું ખૂબ અંદરબહાર જીવ્યો છું Reviewed by Bhagyesh Chavda on June 20, 2017 Rating: 5

No comments:

Advertisement

Powered by Blogger.