મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહી
Follow us on Facebook

મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહી

મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહીમન મરણ પહેલા મરી જય તો કહેવાય નહી

વેદના કામ કરી જાય તો કહેવાય નહી

આંખથી અસ્રુ ખરી જાય તો કહેવાય નહી

ધૈર્ય પણ પાણી ફરી જાય તો કહેવાય નહી

એની આંખોને ફરી આજ સુઝી છે મસ્તી…

દીલ ફરી મુજથી ફરી જાય તો કહેવાય નહી

આંખડી ભોળી, વદન ભોળુ, અદાઓ ભોળી..

પ્રાણ એ રુપ હરી જાય તો કહેવાય નહી…

કંઇ મજા મીઠી તડપ્વામાં મળે છે એ ને…

દીલ વ્યથા વે રે વરી જાય તો કહેવાય નહી

આંખનો દોષ ગણે છે બધા દીલ ને બદ્લે…

ચોર નીર્દોષ ઠરી જાય તો કહેવાય નહી

શોક્નો માર્યો તો મરશે નહી તમારઓ આ “ઘાયલ”

ખ્શી નો માર્યો મરી જાય તો કહેવાય નહી

-“ઘાયલ”
મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહી મન મરણ પહેલા મરી જય તો કહેવાય નહી Reviewed by Bhagyesh Chavda on June 20, 2017 Rating: 5

No comments:

Advertisement

Powered by Blogger.